આરોગ્ય વિભાગના આરોગ્ય સચિવે રાજ્યમાં કોરોના પોઝિટિવની અપડેટ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજ 5 વાગ્યાથી આજે સાંજે 5 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 256 કેસો નોંધાયા છે.મુખ્યમંત્રીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે એવું મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. જ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થાય તે માટે પ્રશાસન અલર્ટ છે. 80 ટકા લોકોમાં વાયરસના લક્ષણો નથી દેખાતા. મોટી ઉંમરના વ્યક્તિઓ, સગર્ભા અને બાળકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગંભીર બિમારીથી પીડાતા લોકોએ પણ ખાસ કાળજી રાખવી જોઈએ. જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતાના 30 જિલ્લા કોરોનાની ચપેટમાં છે. આગામી બે મહિના સુધી પ્રસાર અટકે તેવી શક્યતા નથી. ગુજરાતમાં કોરોનાનો કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં 191 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 2815 પર પહોંચ્યો છે અને 127 લોકોનાં મોત થયા છે.રાજ્યમાં જે નવા 191 કેસ નોંધાયા છે તેમાંથી એકલા અમદાવાદમાં જ 169 કેસ છે, જ્યારે સુરત-6, વડોદરા-5, આણંદ-3, પંચમહાલમા 3, ગાંધીનગર, બોટાદ અને વલસાડમાં એક એક કેસ નોંધાયા છે.કોરોનાથી વધુ 15 લોકોનાં મોત થયા છે, તેમાં માત્ર અમદાવાદમાં 14 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં 7 પુરુષ અને 7 સ્ત્રીનું મોત થયું છે, જ્યારે એક સ્ત્રીનું સુરતમાં મોત થયું છે.રાજ્યમાં વધુ 7 લોકો સાજા થયા છે. જેમાં આણંદમાં 4, સુરત-2 અને દાહોદમાં 1 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે કુલ 265 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.