25 હજાર N-95 માસ્ક મેડિકલ એસોસિએશનને આપવામાં આવ્યા

0
505

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ સંદર્ભમાં કહ્યું કે, મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અનુસાર ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત પ્રેસિડેન્ટ ડૉ. મોના દેસાઇને આ હેતુસર 25 હજાર N-95 માસ્ક રાજ્ય સરકારે વિનામૂલ્યે પુરા પાડ્યા છે. મુખ્યમંત્રીએ કોરોના વાયરસથી સંક્રમિત કે સંભવિત સંક્રમિત દર્દીઓની સારવાર દરમ્યાન ખાનગી તબીબોની હેલ્થ સેફટી જળવાઇ રહે અને પ્રવર્તમાન સ્થિતીમાં તેમની સેવાઓ પણ સમાજને મળતી રહે તેની અગત્યતા ધ્યાને લઇને આ નિર્ણય કર્યો છે તેમ અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here