શનિવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક અફઘાનિસ્તાન, કાશ્મીરી નાગરિક સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 354 કિલો ઉમદા ગુણવત્તાનુ હેરોઇન મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હેરોઇનની અંદાજિત કિંમત 2.5 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. તેમજ 100 કિલો જેટલું કેમિકલ જે હેરોઇન તૈયાર કરવા માટે વપરાય છે તે પણ મળી આવ્યું છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે હેરોઈન ડ્રગ્સની સપ્લાય માટે ઉપયોગમાં લેવાતી બે કાર અને એક સ્કૂટી પણ કબજે કરી છે. સ્પેશિયલ સેલની ટીમે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરતાં 4 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં એક અફઘાનિસ્તાનનો નાગરિક હઝરત અલી અને ત્રણ અન્ય રિઝવાન અહેમદ, ગુરજોત સિંહ અને ગુરદીપ સિંહ શામેલ છે. આ ડ્રગ રેકેટ અફઘાનિસ્તાન, યુરોપ અને દેશના ઘણા રાજ્યોમાં ફેલાયેલ છે. કુલ 354 કિલો હાઇ પ્યોરિટી હેરોઇન અને 100 કિલો ડ્રગ મેકિંગ રસાયણો જે દવાઓ તૈયાર કરવા માટે વાપરવાના હતા તે મળી આવ્યા છે.