Home Gandhinagar 3 ઓગસ્ટે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી અંતર્ગત મહિલા રોજગાર મેળો યોજાશે

3 ઓગસ્ટે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણી અંતર્ગત મહિલા રોજગાર મેળો યોજાશે

0
246

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. 01 થી તા. 07 ઓગષ્ટ દરમિયાન ‘નારી વંદના ઉત્સવ’ની ઉજવણી રાજ્યનાં દરેક જિલ્લાઓમાં કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.03 ઓગષ્ટનાં રોજ ‘મહિલા સ્વાવલંબન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી ગાંધીનગર દ્વારા 18 થી 40 વર્ષની બહેનોને સ્વરોજગારી મળી રહે તે હેતુસર બલરામ હોલ, બલરામ પરિષદ, ઉમિયા માતાજીના મંદિર પાસે, સેક્ટર -12 ,ગાંધીનગર ખાતે સવારે 09 થી 02 કલાકે સ્વરોજગાર મેળા નું આયોજન કરવામાં આવેલ છે. સ્વરોજગાર મેળામાં ભાગ લેવા લિંક https://forms.gle/g9AymQRodv9KMD9eA પર તા. 02 ઓગષ્ટ સુધી માહિતી ભરી રજીસ્ટ્રેશન કરી શકાશે. જેમાં એક જ સ્થળ ઉપર ટેક મહેન્દ્રા લિ. , એમસીબીએસ પ્રાઇવેટ લિ. , નિરમા લિ. ,ડી માર્ટ ,એડી.એસ .ફાઉન્ડેશન, નેસલે કંપની, એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા જેવી કંપનીઓ ભ હાજર રહી મહિલાઓને રોજગાર પૂરો પાડશે. વધુ માહિતી માટે ગાંધીનગર જિલ્લા મહિલા બાળ વિકાસ કચેરીનો રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યું છે.