પોલીસ ડ્રોન થકી સોસાયટી અને શેરીઓમાં બાજ નજર રાખશે

0
917

ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં  ફ્લેગ માર્ચ યોજાઈ  સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. જે અંતર્ગત સરકારે લોકડાઉન આપ્યું છે. આ લોકડાઉનનો અમલ ચુસ્તપણે નથી થઇ રહ્યો ત્યારે રવિવારે વહેલી સવારે પોલીસે ગાંધીનગરમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. આ કાફલામાં 14થી વધારે પોલીસ જીપ સામેલ હતી. પોલીસે કુડાસણ, સરગાસણ, ઘ,ચ રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને લોકોને ઘરમાં જ રહેવા માટે અનુરોધ કર્યો હતો. જો કોઈ નાગરિક આદેશનો  પાલન નહીં કરે તો તેની પર કાર્યવાહી કરાશે ગાંધીનગર શહેરની સલામતી અને સુરક્ષા માટે સતત ખડેપગે રહેતી જિલ્લા પોલીસ દ્વારા આજરોજ નોવેલ કોરોના વાયરસને નાથવા માટેની જન જાગૃતિ અર્થે અને લોક ડાઉનની અસરકારક અમલવારી માટે ફલેગ માર્ચ કરવામાં આવ્યું હતું. આ ફલેગ માર્ચઇન્ફોસીટી ખાતેથી આરંભ થયો હતો. સમગ્ર ગાંધીનગરમાં જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડાના નેતૃત્વમાં ૫૦ જેટલી પોલીસ વાનના કાફલાસાથે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મયોગીઓની ફલેગ માર્ચ યોજાઇ હતી. લોક ડાઉનની અસરકારક અમલવારી માટે પોલીસે ડ્રોન થકી પણ
બાજ નજર સોસાયટી અને શેરીઓમાં રાખશે.

આ અંગેની માહિતી આપતાં ડી.વાય.એસ.પી શ્રી એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના રેન્જઆઇ.જી. શ્રી મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડાના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ ફલેગ માર્ચનુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ ફલેગ માર્ચનો આંરભ ગાંધીનગરના ઇન્ફોસીટી ખાતેથી થયો હતો. આ ફલેગ માર્ચ ગાંધીનગરના નવીનવિસ્તાર કુડાસણ, સરગાસણ પણ ગઇ હતી. ત્યારબાદ ગાંધીનગરના તમામ સેકટરોના રીંગ રોડ અને મુખ્ય માર્ગે પર ફેલગ માર્ચ પોલીસે કરી હતી.
સમગ્ર ફલેગ માર્ચમાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડા સહભાગી બન્યા હતા. તેમજ રેન્જ આઇ.જી. શ્રી સમયઆંતરે વિવિધસ્થળોએ ફેલગ માર્ચની મુલાકાત લઇ તેનું મોનીટરીંગ કરી રહ્યાં હતા.

વધુમાં ડી.વાય.એસ.પી. શ્રી રાણાએ જણાવ્યું હતું કે, ફલેગ માર્ચમાં ૫૦ જેટલા પોલીસ વાન જોડાયા હતા. એક વાનપર લાઉડ સ્પીકર લગાડીને સમગ્ર નગરજનોને નોવેલ કોરોના વાયરસથી કેમ બચાય, તે માટે શું શું કરવું અને સામાજિક અંતર કેમ જરૂરી છે અનેલોક ડાઉનનો અમલ કરવા માટેની નમ્ર અપીલ કરવામાં આવી હતી. આ ફલેગ માર્ચ શહેરના વિવિધ વિસ્તારમાં ફરતી હતી. તે દરમ્યાન ત્યાં કામકરતાં સફાઇ કામદાર અને અન્ય લોકોને પોલીસે માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here