370 હટાવી,સરદારનું સ્વપ્નું પૂર્ણ થયું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0
1149

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે ગુજરાતમાં કેવડિયા ખાતે છે.મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સવારે કેવડિયા પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ આપી હતી. જે બાદ તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અહીં જ મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસ પર એકતાના શપથ લેવડાવ્યા હતા. મોદી સામે જવાનોએ એકતા દિવસના પ્રસંગે મોક ડ્રીલ કરી હતી, જેમાં જવાનોએ વિવિધ કરતબો કર્યાં હતાં. એક મોક ડ્રિલમાં આતંકીઓનો સામનો, તો બીજીમાં ધરતીકંપ બાદ બચાવ કામગીરી દર્શાવાઈ હતી. આ પરિસરમાં મોદીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here