Home Gandhinagar 45 દિવસથી લડત આપતા સફાઈ કામદારો માટે બુધવારથી આમરણ ઉપવાસ કરીશ:વાઘેલા કિરીટકુમાર

45 દિવસથી લડત આપતા સફાઈ કામદારો માટે બુધવારથી આમરણ ઉપવાસ કરીશ:વાઘેલા કિરીટકુમાર

0
521

ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતના આમરણાંત ઉપવાસની જાહેરાત કરાઈ છે. ગુજરાત સફાઈ કામદાર મહામંડળ ગાંધીનગર જિલ્લા પ્રમુખ કિરીટકુમાર ડાહ્યાભાઈ વાઘેલાએ આ અંગે મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલને લેખિત રજૂઆત કરી છે.

મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા પત્રમાં તેઓએ લખ્યું છે કે,‘ગાંધીનગર કોર્પોરેશનમાં છેલ્લા 45 દિવસથી સફાઈકામદારો હડતાલ પર છે. ગાંધીનગરમાં સફાઈ કામદારનું મહેકમ ખાલી હોવા છતાં, સફાઈકામદારોને આઉટસોર્સિંગમાં કામગીરી લેવડાવીને, આર્થિક, માનસિક, શારીરિક શોષણ કરીને તેમના હક અધિકારથી વંચિત રખાયા છે. ત્યારે તેઓની માંગણીઓ નહીં સ્વીકારાય તો હું વાઘેલા કિરીટકુમાર 9 ફેબ્રુઆરી બુધવારથી ગાંધીનગર કોર્પોરેશન ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરીશ. મને કઈપણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મ્યુ. કમિશનર તેમજ રાજ્ય સરકારની રહેશે.’

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જ ઉપવાસ પર બેસવાનું એલાન કરીને કિરીટ વાઘેલાએ વાલ્મિકી સમાજના આગેવાનો, મંડળો, મહામંડળ, યુનિયનો નાનાં મોટા આગેવાનોને સાથ આપવા માટે આહ્વવાન પણ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માંગણીઓ અંગે કોઈ ઉકેલ નહી આવતા 17 જાન્યુઆરીથી કામદારો ઉપવાસ આંદોલન શરૂ કર્યાં હતા. ત્યારે સફાઈ કામદારોએ 27 જાન્યુઆરીએ આંદોલનમાં બેઠેલા સફાઈ કામદારોએ અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો હતો. ઠંડી વચ્ચે ઉઘાડા થઈ ગયેલા સફાઈ કામદારોને સમજાવવા પોલીસ આવી હતી. ઠંડી વચ્ચે ઉઘાડા થઈ બેઠેલા સફાઈ કામદારોને સમજાવવા માટે કોર્પોરેશનમાંથી અધિકારી કે પદાધિકારીઓ આવ્યા ન હતા. જેને પગલે પ્રમુખે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી આપી છે.

NO COMMENTS