57મા જન્મદિવસે અક્ષય કુમારે પ્રિયદર્શન સાથે હોરર કોમેડી ‘ભૂત બંગલા’ એનાઉન્સ કરી

0
142

અક્ષય કુમારની છેલ્લી હિટ ફિલ્મ ‘સૂર્યવંશી’ હતી. તે પછી અક્ષયની કોઈ ફિલ્મ બોક્સઓફિસ પર ચાલી નથી, પરંતુ ફિલ્મ મેકર્સનો અક્ષય કુમાર પરનો ભરોસો અકબંધ રહ્યો છે. અક્ષય કુમારે 9 સપ્ટેમ્બરે 57મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે અક્ષયે નવી ફિલ્મ એનાઉન્સ કરી હતી, જે મુજબ પ્રિયદર્શનની હોરર કોમેડી ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર જોવા મળશે. અગાઉથી અક્ષય કુમારની 8 ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. હાલ અક્ષયની નવ ફિલ્મ પાઈપલાઈનમાં છે અને આ ત્રણેય ફિલ્મ એક વર્ષમાં રિલીઝ થવાની છે.

અક્ષય કુમારની હાથ પરની ફિલ્મો અલગ-અલગ જોનરની છે. તેમાં ડ્રામા, રોમાન્સ, દેશભક્તિ જેવા વૈવિધ્યસભર વિષયો હતો. ઓડિયન્સને હવે હોરર કોમેડી પસંદ આવી રહી છે અને આ જોનર પણ હવે અક્ષયની ફિલ્મોમાં ઉમેરાઈ છે. આ ફિલ્મ સાથે અક્ષય કુમાર અને પ્રિયદર્શન 14 વર્ષ બાદ સાથે કામ કરશે.

દેશભક્તિનો વિષય ધરાવતી ‘સ્કાય ફોર્સ’ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. ભારતે સરગોધા ખાતે આવેલા પાકિસ્તાની એરબેઝ પર વળતો હુમલો કર્યો હતો અને યુદ્ધની દિશા બદલી હતી. આ હુમલાને દેશની પહેલી સફળ અને સૌથી વધુ ઘાતક એરસ્ટ્રાઈક માનવામાં આવે છે. તેમાં અક્ષયની સાથે નિમરત કૌર, સારા અલી ખાન અને વીર પહારિયા મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થયું હતું અને તેને 9 ઓક્ટોબર, 2024માં રિલીઝ કરવાનું આયોજન છે.