સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં એક્ટ્રેસ શ્રીદેવીના સ્ટેચ્યુનું અનાવરણ થયું છે.

0
2546

સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં એક્ટ્રેસ શ્રીદેવીના સ્ટેચ્યુનું અનાવરણ થયું છે. પતિ બોની કપૂર અને દીકરીઓ જાહન્વી અને ખુશીની હાજરીમાં આ વેક્સ ફીગરને જાહેર કરાયું છે. આ સ્ટેચ્યુ શ્રીદેવીનું પહેલું વેક્સ સ્ટેચ્યુ છે. આ સ્ટેચ્યુને 1987માં આવેલ ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ના હવા-હવાઈ ગીતમાં શ્રીદેવીનો જે લુક હતો તે લુક આપવામાં આવ્યો છે.

આ વેક્સ ફિગરને 20 લોકોની એક્સપર્ટ ટીમે તૈયાર કર્યું છે. આ માટે મેકઅપ, જ્વેલરી, ક્રાઉન અને ડ્રેસને ખાસ 3ડી પ્રિન્ટ આપવામાં આવી છે. તેને ઘણી ટેસ્ટ બાદ પાસ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here