હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.સનાકાયલા ઉમાશંકરના કહેવા પ્રમાણે સર્જરી સફળતાપૂર્વક થઇ હતી અને બન્ને બાળકીઓ સ્વસ્થ છે. આ એક દુર્લભ કેસ છે અને ડાયાબિટીઝ કે અન્ય કોઇ સમસ્યા હોય તો આ ઉંમરે પણ બાળકો સહજતાથી પેદા કરી શકાય છે. તેમને કોઇ સ્વાસ્થ્યની સમસ્યાઓ નહિ થાય પરંતુ તેઓ બાળકોને ધવડાવી નહિ શકે. પણ તેની ચિંતા નથી કારણ કે મિલ્ક બેન્કમાંથી બાળકોને દૂધ પાઇ શકાય છે.
ઇરામતીના લગ્ન રાજા રાઓ સાથે 1962માં થયા હતા. છેલ્લા 57 વર્ષથી તેમના ઘરે કોઇ સંતાન નથી. ઉમાશંકરના કહેવા પ્રમાણે વર્ષો સુધી હોસ્પિટલમાં સારવાર લેવા છતાં પણ તેઓ સંતાન પ્રાપ્ત ન કરી શક્યા. 25 વર્ષ પહેલા મેનોપોઝ આવી ગયા બાદ તેમની માતા બનવાની ઇચ્છા વધુ પ્રબળ થઇ ગઇ હતી.આઇવીએફની માહિતી મળતા તેઓ અમારી પાસે આવ્યા અને પ્રયત્ન કર્યો. અમે દરેક ટેસ્ટ કરી જાણ્યું કે તેઓ આ પ્રક્રિયા માટે ફીટ છે કે નહીં. તેઓ એકદમ સ્વસ્થ છે જેથી તેઓ માતા બની શક્યાં.