80 રૂપિયા કિલોએ પહોંચ્યો ડુંગળીનો ભાવ..!!!

0
1194

દિલ્હી-એનસીઆરમાં ડુંગળીનો 80થી 100 રૂપિયા પ્રતિ કિલો.કેન્દ્રીય મંત્રીએ સરકાર તરફથી યોગ્ય પ્રયાસનો દાવો કર્યો છે. પાસવાને કહ્યું કે, ડુંગળીની કિંમતો વધવું કારણ છે માંગ અને સપ્લાયની વચ્ચે સંતુલન બનાવી શકાયું નથી. અતિવૃષ્ટિ અને પૂરને કારણે ઘણા રાજ્યોમાં પાક નિષ્ફળ ગયા છે. તેના માટે યોગ્ય પગલા પહેલા જ ઉઠાવાયા છે. અમે ડુંગળીની નિકાસને પૂર્ણ રીતે બંધ કરી છે. તેની સાથે જ 57,000 ટન ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કર્યો. હાલ તેમાંથી 1500 ટન રહ્યો છે. પરંતુ તેની કેટલીક મર્યાદાઓ હોય છે. કેટલાક મહીનામાં જ ડુંગળી ખરાબ થવા લાગે છે.

પાસવાને કહ્યું કે અમે વિદેશ મંત્રાલય સાથે વાત કરી રહ્યા છીએ, કે અફઘાનિસ્તાનસ તુર્કી, મિસ્ર અને કેટલાક બીજા દેશોથી ડુંગળીની આયાત કરવામાં આવે. જોકે, તેમા આપણે જોવુ પડશે કે અન્ય દેશોમાંથી આવતી ડુંગળીની કિંમતોમાં કેટલો તફાવત છે. આશા દર્શાવીએ છીએ કે, આ મહીનાના અંતમાં ડુંગળીની કિંમત નીચે આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here