સિદ્ધાર્થ રાંદેરિયાની ‘હું અને તું’નું ટ્રેલર અજય દેવગને લૉન્ચ કર્યું…

0
233

સિદ્ધાર્થ રાંદેરિયા દ્વારા તેમની નવી ફિલ્મ ‘ગૂગલી’ની જાહેરાત કરી છે. સિદ્ધાર્થ રાંદેરિયા તેમની કુમાર મંગત પાઠક અને પૅનોરમા બૅનર સાથેની ‘હું અને તું’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર-લૉન્ચ અજય દેવગન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટ્રેલર-લૉન્ચ દરમ્યાન સિદ્ધાર્થ રાંદેરિયાએ તેમની આગામી ફિલ્મની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘અમે આજે જ ફાઇનલ કર્યું છે કે અમે પૅનોરમા બૅનર હેઠળ નવી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ જેનું નામ ‘ગૂગલી’ છે. આ ફિલ્મને વિનોદ સરવૈયા દ્વારા લખવામાં આવી છે અને ફિલ્મને ધવલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મની ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી વિકી દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ પંદરમી સપ્ટેમ્બરે કરવામાં આવશે અને ૩૦ દિવસની અંદર એનું શૂટિંગ પૂરું કરવામાં આવશે. આ ફિલ્મને આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવશે. આ એક સુંદર સ્ટોરી છે અને કુમાર મંગત સાથે મળીને અમે નવી ફિલ્મ બનાવીશું.’