ચંદ્ર પર ભારતનો વાગ્યો ડંકો, રચ્યો ઇતિહાસ….

0
177

ભારતનું ચંદ્રયાન 3 આજે ચંદ્રની સપાટી પર પહોચ્યું છે વિક્રમ લેન્ડર સાંજે 6.04 વાગે લેન્ડ કરી દીધું છે. લેન્ડિંગની સાથે જ વિક્રમ પોતાનું કામ શરૂ કરી  દેશે. લેન્ડર વિક્રમનું આ સોફ્ટ લેન્ડિંગ સફળ રહ્યું તો રેંપ દ્વારા છ પૈડાવાળું પ્રજ્ઞાન રોવર બહાર આવશે અને ઈસરોનો કમાન્ડ મળતા જ ચંદ્રની સપાટી પર ચાલવા લાગશે. તે 500 મીટર સુધીના વિસ્તારમાં ફરીને પાણી અને ત્યાંના વાતાવરણ અંગે ઈસરોને માહિતી આપશે. ભારત માટે આ ઐતિહાસિક દિવસ છે. ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન 3 આજે સાંજે 6. 04 વાગે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી દીધું છે. સૌથી પહેલા ઓટોમેટિક લેન્ડિંગ સીક્વેન્સ શરૂ કરાશે. જો કે હજુ લેન્ડર મોડ્યુલના નિર્ધારિત જગ્યા પર પહોંચવાની વાટ જોવાઈ રહી હતી. જેમાં ભારતને મોટી સફળતા મળી છે.