કેલિફોર્નિયામાં ગોળીબાર : 5ના મોત, 6 લોકોની હાલત ગંભીર…

0
175

કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં આવેલા બાઈકર્સ બારમાં એક નિવૃત્ત કાયદા અધિકારી દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગોળીબારને કારણે કેટલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેલિફોર્નિયા (California)ના ઓરેન્જ કાઉન્ટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાઈકર્સ બારમાં એક નિવૃત્ત કાયદા અધિકારી દ્વારા ગોળીબાર (California Shooting) કરવામાં આવ્યો છે. આ ગોળીબારને કારણે કેટલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ગોળીબારને કારણે પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં આ ગોળીબારમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બાર પર એક નિવૃત્ત અધિકારીએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારના અહેવાલ અનુસાર છ લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વાત પણ સામેલ છે.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગોળીબાર ટ્રાબુકો કેન્યોનમાં કુક કોર્નર તરીકે ઓળખાતા બાઇકર્સ બારમાં કરવામાં આવ્યો હતો. યુએસ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શૂટરને ડેપ્યુટીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગવાથી છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અચાનકથી થયેલા આ ગોળીબાર (California Shooting)માં કુલ 11 લોકો ભોગ બન્યા હતા. જ્યારે કોઈ જ કાયદા અમલીકરણ ડેપ્યુટીઓને ઈજા થઈ નથી. મળતા અહેવાલ અનુસાર એક નિવૃત્ત કાયદા અમલીકરણ અધિકારી અને તેની પત્ની વચ્ચે થયેલા ઘરેલું મામલાને કારણે આ ગોળીબાર થયો હતો.