સાઇબર ક્રાઇમ્સનાં હૉટસ્પૉટ્સઃ ભરતપુર અને મથુરાએ જામતારા અને નૂહને રિપ્લેસ કર્યાં

0
185

ભારતમાં સાઇબર ક્રાઇમનાં કુખ્યાત હૉટસ્પૉટ્સ તરીકે રાજસ્થાનના ભરતપુર અને ઉત્તર પ્રદેશના મથુરાએ ઝારખંડના જામતારા અને હરિયાણાના નૂંહને રિપ્લેસ કર્યાં છે. આઇઆઇટી કાનપુરના સપોર્ટથી ચાલતા એક સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવેલા એક નવા સ્ટડીનાં આ તારણો છે. આ સ્ટડીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દેશમાં ૮૦ ટકા સાઇબર ક્રાઇમ્સ તો ટોચના ૧૦ જિલ્લામાં જ થાય છે.ચર ક્રાઇમ રિસર્ચ ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર હર્ષવર્ધન સિંહે કહ્યું હતું કે ‘અમારું ઍનૅલિસિસનું ફોકસ જ્યાં સૌથી વધુ પ્રમાણમાં સાઇબર ક્રાઇમ્સ થાય છે એવા ભારતમાં ટોચના ૧૦ જિલ્લાઓ પર હતું. સાઇબર ક્રાઇમ્સને અટકાવવા માટે આ જિલ્લાઓમાં સાઇબર ક્રાઇમ્સ માટેનાં મહત્ત્વનાં ફૅક્ટર્સને સમજવાં જરૂરી છે. જેની વાઇટ પેપરમાં ઓળખ કરવામાં આવી છે.’

તેમણે જણાવ્યું હતું કે આ જિલ્લાઓમાં મુખ્ય અર્બન સેન્ટર્સથી ઓછું અંતર, મર્યાદિત સાઇબર સિક્યૉરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક પડકારો અને ડિજિટલ સાક્ષરતાનું ઓછું પ્રમાણ જેવાં અનેક કૉમન ફૅક્ટર્સ છે.

હર્ષવર્ધન સિંહે વધુમાં કહ્યું હતું કે આ જિલ્લાઓમાં સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે લોકોમાં અવેરનેસ લાવવા કૅમ્પેન અને કાયદાના પાલન માટે રિસોર્સિસ મહત્ત્વનાં છે.