ઈન્ડિયન પોલીસ ફોર્સની રિલીઝ પોસ્ટપોન કરવાનો નિર્ણય:રોહિત શેટ્ટી

0
221

બોલિવૂડમાં પોલીસ યુનિવર્સ ઊભું કરનારા રોહિત શેટ્ટી ડિજિટલ પ્લેટફોર્મ પર ઈન્ડિયન પોલીસ ફોર્સ લઈને આવી રહ્યા છે. આ વેબ સિરીઝમાં સિદ્ધાર્થ મલહોત્રા લીડ રોલમાં છે, જ્યારે શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય પણ મહત્ત્વના કેરેક્ટરમાં જોવા મળશે. દિવાળીના તહેવારો દરમિયાન ઈન્ડિયન પોલીસ ફોર્સમને રિલીઝ કરવાની તૈયારી અગાઉ થઈ હતી. જો કે ક્રિકેટ વર્લ્ડ કપના કારણે તેની રિલીઝ પોસ્ટપોન કરવાની વિચારણા હાથ ધરાઈ છે. ક્રિકેટ વર્લ્ડકપનો માહોલ જામી રહ્યો છે. આ ઉપરાંત દિવાળી પર સલમાન કેટરિનાની ટાઈગર 3 પણ આવી રહી છે. આવા સમયમાં બિગ બજેટ વેબ સિરીઝને રિલીઝ કરવાની રોહિત શેટ્ટીની ઈચ્છા નથી. રિપોર્ટ્સ મુજબ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સાથે તેને પોસ્ટપોન કરવા માટે વાત થઈ હતી અને આખરે તેને પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવાયો છે. ઈન્ડિયન પોલીસ ફોર્સનાં પોસ્ટ પ્રોડક્શન પણ થઈ ગયું છે. અગાઉ તેને દિવાળીના વીકેન્ડમાં રિલીઝ કરવાનો પ્લાન હતો અને તે મુજબ રોહિત શેટ્ટીએ કામ કર્યું હતું. ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાનો મુકાબલો કરવાનું કોઈના માટે શક્ય નથી અને તેથી રોહિત શેટ્ટી અને તેમની ટીમે સિરીઝના હિતમાં આ નિર્ણય લીધો છે. દિવાળીમાં ક્રિકેટ વર્લ્ડ કપ અને સલમાન ખાનની ટાઈગર 3 અંગે સૌથી વધુ ચર્ચા થવાની છે. તેથી ત્રીજા વિકલ્પ તરીકે ઈન્ડિયન પોલીસ ફોર્સને રજૂ કરવાના બદલે યોગ્ય સમયની રાહ જોવાનું ડિજિટલ પ્લેટફોર્મે પણ વિચાર્યું છે. વેબ સિરીઝ રિલીઝ થાય ત્યારે તેને ઓડિયન્સના પહેલા વિકલ્પ તરીકેનું સ્થાન મળે તે હેતુથી યોગ્ય સમયની રાહ જોવાની વિચારણા ચાલી રહી છે. ક્રિસમસના વીકેન્ડમાં આ સિરીઝને રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા પણ છે. જો કે તારીખ હજુ નક્કી થઈ નથી.