એક્શનથી ભરપૂર જોન અબ્રાહમની ફિલ્મ ‘વેદા’નું ટીઝર રિલીઝ….

0
310

એક્શનથી ભરપૂર ફિલ્મ ‘વેદા’નું ટીઝર આખરે રિલીઝ થઇ ગયુ છે. આ ટીઝરમાં જોન અબ્રાહમનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. આ એક ઇલેક્ટ્રિફાઇંગ સિનેમાનો અનુભવ કરાવશે. જો કે આ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ ટીઝરમાં જોનની એક્ટિંગ જોઇને તમે પણ ખુશ થઇ જશો. ટીઝરમાં જોન અબ્રાહમ અને શરવરી વાઘ ફૂલ ઓન એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે. ટીઝરમાં શરવરી વાઘને સિસ્ટમ વિરુદ્ધ અવાજ ઉઠવતા જોઇ શકાય છે. જ્યારે જોન અબ્રાહમ એમના રક્ષક બનીને સાથે જંગ લદતા જોવા મળશે. બન્ને સ્ટાર્સનો સામનો વિલન બનીને અભિષેક બેનર્જી સાથે થવાનો છે.