લોકસભાની ચૂંટણીના મતદાનમાં જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ચાર દાયકાનો રેકૉર્ડ તૂટ્યો

0
163

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં ગઈ કાલે છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૪૯ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં કેટલીક હિંસાની ઘટના અને ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન (EVM) ખરાબ થવાની અમુક ફરિયાદને બાદ કરતાં સરેરાશ ૫૯.૮૪ ટકા મતદાન થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની બારામુલ્લા બેઠક પર ૧૯૮૪ બાદ પહેલી વખત રેકૉર્ડ ૫૬.૨૯ ટકા મતદાન થયું કેટલીક જગ્યાએ ધીમું મતદાન થવાથી મતદાનકેન્દ્રોની બહાર લાંબી લાઇન લાગતાં ૬ વાગ્યા પછી પણ મતદાન ચાલુ રાખવામાં આવ્યું હતું.પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થવા ઉપરાંત EVMમાં ખામી આવી હોવાની ૧૦૩૬ ફરિયાદ મળી હતી.