CM યોગી આદિત્યનાથ દ્વારા મહાકુંભનો લોગો, વેબસાઇટ અને એપ લોન્ચ

0
61

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે પ્રયાગરાજમાં મહાકુંભ-2025ના પ્રતીક ચિહ્ન(લોગો)ના અનાવરણની સાથે જ વેબસાઇટ અને એપ લોન્ચ કરવામાં આવ્યું છે. લોગોમાં કુંભની પ્રતીક કળશ છે. પાછળ સંગમનું દૃશ્ય છે. સાથે જ શહેરના મોટા હનુમાનજીનું ચિત્ર અને મંદિર છે. વેબસાઈટ અને એપની કેટલીક વિશેષતાઓ છે. મહાકુંભ 2025ના લોગોનો ઉપયોગ મહાકુંભની વેબસાઈટ અને એપની સાથે અન્ય પ્રચાર માધ્યમોમાં કરાશે. વેબસાઇટ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વિમાન, રેલવે અને રોડ માર્ગથી મહાકુંભમા પહોંચવા માટે પથદર્શકનું કાર્ય કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને જળશક્તિ મંત્રી સ્વતંત્રદેવસિંહની ઉપસ્થિતિમાં લોગોના અનાવરણ પ્રસંગ નિમિત્તે અધિકારીઓની સાથે મહાકુંભની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજી હતી. એપના માધ્યમથી પ્રયાગરાજમાં રહેવા, સ્થાનિક પરિવહન, પાર્કિંગ, ઘાટ સુધી પહોંચવામાં જરુરી જાણકારી મળશે.