ગાંધીનગર ના વડીલો નું દર મહિને હેલ્થ ચેકઅપ કરવાનો નવો પ્રોજેક્ટ

0
65

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા વડિલોના સ્વાસ્થ્ય માટે ખાસ પ્રોજેક્ટ શરૃ કરવા જઇ રહી છે. જેમાં ૬૦ વર્ષથી વધુ વયના તમામ વડિલોને ઘરે જઇને દર મહિને ડોક્ટર સહિતની ટીમ દ્વારા ડાયાબીટીસ, બીપીની સાથે તેમનું મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જરૃર પડે તો વડિલોને દવા અને જરૃરી ટેસ્ટ પણ નિઃશુલ્ક કરી આપવાની તૈયારી હાલ કોર્પોરેશને બતાવી છે આ નિઃશુલ્ક પ્રોજેક્ટનું બાળ મરણ ન થઇ જાય તે માટે તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફની ટીમ ઉભી કરાશે.ઉંમર વધવાને કારણે વૃધ્ધોને ઘણી બિમારીઓ થતી હોય છે ત્યારે આ વૃધ્ધાના સ્વાસ્થની ચિંતા કરીને કોર્પોરેશન દ્વારા ખાસ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવનાર છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, સિનીયર સિટીઝનમાં બીપી, ડાયાબીટીસ સહિતની ઘણી બિમારીઓ અવસ્થાને કારણે હોય છે જેનું નિયમિત ચેકઅપ નહીં થવાને કારણે આ બિમારીઓની સાથે શારીરિક તકલીફો વધતી હોય છે ત્યારે આ સ્થિતિ નિવારવા માટે કોર્પોરેશન દ્વારા વયસ્કોનું ઘરે જઇને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનો નવો પ્રોજેક્ટ હાથ ધરવા જઇ રહ્યું છે જે માટે ડોક્ટર્સ ઉપરાંત પેરા મેડિકલ સ્ટાફની પણ ભરતી કરીને ખાસ ટીમ બનાવવામાં આવશે.