મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન શરૂ…..

0
119

આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 નું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે સાંજે મતદાન પછી એક્ઝિટ પોલ પણ આવી જશે. સવારે સાત કલાકથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે જે સાંજે છ કલાક સુધી ચાલશે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 9.64 કરોડ મતદાર છે જે નિર્દલીય સહિતના બધા જ પક્ષના કુલ 40136 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મતદાન બાદ 23 નવેમ્બરે મત ગણતરી થવાની છે.