પહેલા દિવસે ૨૩૦+ કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે પુષ્પા 2

0
45

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 : ધ રૂલ’ પહેલા દિવસે બધી ભાષામાં મળીને ભારતમાં ૨૩૦ કરોડ રૂપિયા કરતાં વધુનો બિઝનેસ કરશે એવી ધારણા ફિલ્મોના વેપાર સાથે સંકળાયેલા નિષ્ણાતો બાંધી રહ્યા છે. જો આ આંકડો સાચો પડ્યો તો આ ફિલ્મ પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ભારતીય ફિલ્મ બની જશે. અત્યાર સુધી આ રેકૉર્ડ RRRના નામે છે જેણે પહેલા દિવસે બધી ભાષામાં મળીને ભારતમાં ૨૨૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘પુષ્પા 2 : ધ રૂલ’ની હિન્દી આવૃત્તિનું પહેલા દિવસનું કલેક્શન ૯૫ કરોડ રૂપિયા જેટલું થશે એવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. ત્રણ કલાક અને ૨૦ મિનિટની આ ફિલ્મ દેશભરમાં ૪૫૦૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ છે.