કુંભમાં સ્નાન બાદ ક્યા જાય છે નાગા સાધુઓ, મહાનિર્વાણી અખાડાના મહંત રવિન્દ્ર પુરીએ ખોલ્યુ રહસ્ય

0
40

ગદગુરુ શંકરાચાર્યએ સનાતનની સુરક્ષા માટે ખ્રિસ્તી યુગના લગભગ સાતસો વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મમાં આવેલા ફેરફાર અને અન્ય માન્યતાઓથી સનાતનને બચાવવા માટે યુવા સંન્યાસિઓની સેના બનાવી. નામ આપ્યુ ‘અખંડ’. મતલબ જેને ખંડિત ન કરી શકાય તેવુ.જે આગળ જતા અખાડા બન્યા. ઉત્તમ વ્યવસ્થાપન માટે અખંડમાં પણ વિવિધ ભાગલા પડ્યા અને સંન્યાસિઓની સેના વધતી ગઈ. આજે શૈવ મત એટલે કે શિવપંથી સંન્યાસિનીઓના સાત મુખ્ય અખાડા છે. જેના જૂના, આવાહન, અગ્નિ, મહાનિર્વાણી, અટલ, નિરંજની અને આનંદ નો સમાવેશ થાય છે.

મહાનિર્વાણ અખાડાના શ્રી મહંત રવીન્દ્ર પુરીએ જણાવ્યું કે અખાડાના મુખ્ય દેવતા શિવ છે, પરંતુ આરાધ્ય દેવ અલગ અલગ હોય છે. ધર્મની રક્ષા માટે બનેલા અખાડા હવે સમાજના નિર્માણમાં ફાળો આપે છે.