કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલનો હત્યારો પકડાઈ ગયો…..

0
43

પકડાયેલા હત્યારા પાસે હિમાનીનો મોબાઈલ ફોન અને જ્વેલરી પણ મળી આવી છે. હત્યારો બહાદુરગઢ નજીકના ગામનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં હત્યારાએ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તેણે હિમાનીની હત્યા તેના ઘરમાં જ કરી હતી અને પછી તેના મૃતદેહને સુટકેસમાં નાખી લઈ ગયો હતો.
તે ઉપરાંત, તેણે જણાવ્યું કે તે હિમાની સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતો. હત્યારાએ પોતાને હિમાનીનો બોયફ્રેન્ડ ગણાવ્યો છે. તેણે આરોપ મૂક્યો છે કે, હિમાની તેને બ્લેકમેલ કરતી હતી. આ દરમિયાન તેણે હિમાનીને ઘણી વાર પૈસા પણ આપ્યા હતા. પરંતુ હિમાની વારંવાર વધુ પૈસાની માંગ કરતી હતી, જેના કારણે તેણે હિમાનીની હત્યા કરી દીધી. જણાવી દઈએ કે 1 માર્ચે હિમાનીનો મૃતદેહ એક સુટકેસમાંથી મળી આવ્યો હતો. તે કોંગ્રેસ પાર્ટીની સક્રિય કાર્યકર હતી. હિમાની કાયદાની ભણતર કરી રહી હતી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતી.