દહેગામ-નરોડા હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના…..

0
31

દહેગામ-નરોડા હાઈવે પર નબીરાએ નશાની હાલતમાં પૂરઝડપે કાર ચલાવીને દંપનીનો જીવ લીધો છે. હોળીની રાત્રે નબીરાએ પોતાની કાર પૂરઝડપે ચલાવીને આગળ જતી અલ્ટો કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં અલ્ટો ડિવાઇડર કૂદીને સામેથી આવતી બસમાં ઘૂસી જતાં કારમાં સવાર દંપતીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ગંભીર અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે.હોળીની રાત્રે આશરે પોણાઅગિયાર વાગ્યા આસપાસ દહેગામ-નરોડા હાઈવે પર ઉમિયા માતાના મંદિર સામે અકસ્માત થયો હતો. ગાંધીનગરના સોનરડા ગામનો દિશાંત પટેલ નશાની હાલતમાં પોતાની લાલ કલરની કાર લઇને હાઇવે પર પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેણે કાર પરથી કાબૂ ગુમાવી આગળ જતી અલ્ટો કારને ધડાકાભેર ટક્કર મારી હતી.નશેડી દિશાંત પટેલની કારે અલ્ટોને ટક્કર મારતાં અલ્ટો ડિવાઇડર કૂદીને સામેથી આવતી શામળાજી-અમદાવાદ બસમાં ઘૂસી ગઇ હતી. એના કારણે કારમાં સવાર દહેગામના નરેશભાઈ કાળુસિંહ ઠાકોર અને તેમનાં પત્ની જમનાબેન ઠાકોરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ભુક્કો બોલી ગયો હતો અને બસના પણ કાચ તૂટી ગયા હતા.