અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ……

0
770

અમદાવાદમાં બુધવાર બાદની મોડી રાત્રે એકા એક ધોધમાર વરસાદની શરૂઆત થઈ. શહેરના સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં રાત્રે 2:30 વાગ્યે વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને બફારાથી રાહત મળી ઠંડકનો અહેસાસ થયો છે.અમદાવાદ માં મોડી રાત્રે અચાનક ભારે વરસાદ શરૂ થયો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં રાત્રે 2 વાગ્યાની આસપાસ વરસાદ (Rain) શરૂ થતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં રોડ જ ગાયબ થઈ ગયો હોવાનું જોવા મળ્યું છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે અને ઠંડકનો અનુભવ થયો હતો. નરોડા, શાહીબાગ, નવરંગપુરા, નિકોલ, બાપુનગર, સેટેલાઈટ, આશ્રમ રોડ, વાડજ વગેરે વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી હતી.