છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 160 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. જેમાં ડાંગમાં સૌથી વધુ 10 ઈંચ તો કપરાડામાં પોણા 10 ઈંચ વરસાદ વરસ્યો.હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 જૂન સુધી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને આગામી દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ દાદરા અને નગર-હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર દાહોઠ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટે ચલો એલર્ટ જાહેર.






