ગાંધીનગરમાં આવતીકાલે શુક્રવારે 41મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રૂટ પર નિકળશે. આ રથયાત્રા અંદાજે 30 કિલોમીટર લાંબી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. મેટ્રો રેલ પ્રોજેક્ટના કામને કારણે આ વખતે છ-રોડ પર રથયાત્રા નહીં જાય અને સેકટર-7માંથી ચ-રોડ ઉપરથી જિલ્લા પંચાયત સુધી પરિભ્રમણ કરશે.
યાત્રા સવારે 7 વાગે સેકટર-22 પંચદેવ મંદિરથી આરતી અને પૂજા બાદ પ્રસ્થાન કરશે. યાત્રા શોપિંગ સેન્ટર, સેકટર-17-22, હનુમાનજી મંદિર, નાગરિક બેંક, રંગમંચ, બ્રહ્મભવન, સેકટર-12-13 હનુમાન મંદિર, બલરામ મંદિર, અને ભુવનેશ્વર મહાદેવ મંદિર સુધી જશે.સેકટર-6ના મુખ્ય શોપિંગ સેન્ટર પર સવારે 9:40 વાગ્યે પહોંચશે અને ત્યારબાદ સેકટર-3-6 ચાર રસ્તા, ઘ-2, સેકટર-2-7, અને સેકટર-7 શોપિંગ સેન્ટરથી ચ-રોડ ઉપરથી જિલ્લા પંચાયત સુધી જશે. બપોરે 12:30 વાગ્યે રથયાત્રા સેકટર-29 જલારામ મંદિરે પહોંચશે, જ્યાં અઢી કલાકનો વિસામો રાખવામાં આવશે.વિસામા બાદ રથયાત્રા સેન્ટ્રલ યુનિ, બાલોદ્યાન, દત્ત મંદિર, સોમેશ્વર મહાદેવ મંદિર, આર્ય સમાજ મંદિર, સ્વામીનારાયણ મંદિર, અને કડી સ્કૂલ થઈને સાંજે 7:30 વાગે સેકટર-22નીજ મંદિરે પરત ફરશે.
શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસની તૈયારીરથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. તંત્ર દ્વારા તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે નાગરિકોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.





