PM મોદીએ ISS જનારા પ્રથમ ભારતીય ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત

0
433

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (28 જૂન) ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. ભારતીય વાયુસેના (IAF) અધિકારી શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તે એક ઐતિહાસિક ક્ષણ હતી. Axiom-4 Missionના ભાગરૂપે તેમની યાત્રાને ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશનમાં ભારત માટે એક મુખ્ય લક્ષ્યાંક ગણાવાઈ રહી છે.