ધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બીજી અનૌપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ શુક્રવારે ભારત આવશે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ તમિલનાડુના મહાબલીપુરમમાં 11 અને 12 ઓક્ટોબર દરમિયાન બન્ને નેતાની મુલાકાત થશે. જિંગપિંગ અને મોદી મમલાપુરમમાં ત્રણ પ્રસિદ્ધ સ્મારકની મુલાકાત લેશે. લગભગ એક કલાક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. પુરાતત્વવિદ એસ રાજાવેલુ મુજબ મહાબલીપુરમ અને ચીન વચ્ચે 2000 વર્ષ જૂનો સંબંધ છે. આ કારણે બેઠકને ઐતિહાસિક બળ મળવાની આશા છે.