ગાંધીનગરમાં ડહોળા પાણીથી રહીશોમાં ગંભીર રોગચાળાનો ડર !!

0
367

ગાંધીગરના નવા અને જુના તમામ વિસ્તારોમાં ૨૪ કલાક પાણી આપવાના પ્રોજેક્ટના અમલ માટેની તડામાર અંતિમ તૈયારીઓની વચ્ચે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત ડહોળું પાણી અપાતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ચોમાસાના માહોલ વચ્ચે રહીશો ગંભીર રોગચાળાનો ડર અનુભવી રહ્યા છે. આ મૂદ્દે જિલ્લા કલેક્ટરને મધ્યસ્થી બની સમરચાનો ઉકેલ લાવવા માટે રજુઆત કરવામાં આવી છે.

આ અંગે ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરી સિંહ બિહોલાએ જણાવ્યું છે કે આ વષે ચોમાસા દરમ્યાન હાઈવેમાં રોજેરોજ ડહોળું પાણી આપવામાં આવતા હીશો રોગચાળાના ડરથી ફફડી રહ્યા છે. તંત્ર પગલે ડહોળા પાણીની સ્થિતિ સર્જાતી હોવાનું કારહા દર્શાવી પાણી ગરમ કરીને અથવા કલોરીન નાખીને વાપરવાની સલાહ આપવામાં આવે છે .. વાસ્તવમાં તંત્રમાં જ ડહોળા પાણીની સામે જરૂરિયાત મુજબ પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયામાં ઊણપ હોય એમ જણાય છે. શુદ્ધિકરણ બાદ પણ ચરેડી અને સરિતા ઉદ્યાનથી અપાતાં પાણીમાં રોજ ડર્બિડીટી અલગ અલગ માત્રમાં જોવા મળે છે. પાણીમાં વધુ ડહોળાશ છતાં માત્ર ફટકડીના દ્રાવણથી શુદ્ધ કરી અપાતું હોવાનું જણાવતાં શ્રી બિહોલાએ આ મુકે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી માટે દરમિયાનગીરી કરવા અપીલ કરી છે.