71st National Film Awards: શાહરુખની ‘જવાન’થી લઈને ‘વશ’ માટે જાનકીને ઍવોર્ડ એનાયત

0
498
908288

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ૭૧ મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્‌સ (71st National Film Awards) યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારોને તેમના શ્રેષ્ઠ કામ માટે ઍવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે. અહીં શાહરુખ ખાન, રાની મુખર્જી, મોહનલાલ અને વિક્રાંત મેસી અને કરણ જોહરને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જોકે સૌથી વધુ ચર્ચામાં છે ગુજરાતી ફિલ્મ ‘વશ’ જેને બે નૅશનલ મળ્યા છે. ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ ફિમેલ ઍકટર ઍવોર્ડ અને ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.