PM મોદી હસ્તે 31 માર્ચે 626 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત…

0
305

ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ અંદાજે રૂ. 626.68 કરોડના વિવિધ 10 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુડા દ્વારા આયોજિત આ પ્રોજેક્ટ્સ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને જનસુખાકારીમાં ધરખમ ફેરફારો લાવશે. વડાપ્રધાનની આ મુલાકાતને પગલે શહેરના શહેરી વિકાસના ઇતિહાસમાં એક નવું સુવર્ણ સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે.

10 જેટલા મહત્વાકાંક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોના સર્વાંગી ઉત્કર્ષ માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 10 જેટલા મહત્વાકાંક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યોથી માત્ર શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત નહીં થાય, પરંતુ નાગરિકોની સુખાકારીમાં પણ મોટો ઉછાળો આવશે.

વાસણા-હડમતિયા TP-9 વિસ્તારમાં આવાસનું લોકાર્પણ
વડાપ્રધાનના હસ્તે ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટે આવાસની મોટી ભેટ આપવામાં આવશે. વાસણા-હડમતિયા TP-9 વિસ્તારમાં અંદાજે 246 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કુલ 1976 EWS-II આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાના ઘરનું સપનું સાકાર કરશે. આ ઉપરાંત, શહેરની સ્વચ્છતા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પેથાપુર ખાતે 15 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ થશે જે જળ શુદ્ધિકરણની પ્રક્રિયાને વેગ આપશે.

કુડાસણ, રાયસણ, રાંદેસણ અને સરગાસણમાં નવા રસ્તા બનાવાશે