અમેરિકાના વિદેશ મંત્રીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ પાઠવ્યું

0
1237

પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક નવી દિલ્હીના સેવા તીર્થ ખાતે યોજાઈ હતી, જ્યાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે સકારાત્મક ચર્ચા થઇ હતી, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, સુરક્ષા અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માર્કો રુબિયોએ પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું.