PM મોદીનું IIT દિલ્હીથી યુવાનોને આહ્વાન: પડકારોને તકમાં બદલવા નવા ઉકેલો શોધો

0
785

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પડકારોને નવી તકમાં પરિવર્તિત કરવા માટે નવીન વિચારો અને ઉકેલો શોધવા માટે પ્રેરણા આપી હતી. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, જે લોકો પડકારો સામે નવા ઉકેલો શોધવાની હિંમત ધરાવે છે, તેમના માટે પડકારો જ તકો બની જાય છે.

PM મોદીએ ભારતની ટેક્નોલોજી ક્ષેત્રે ઝડપથી થઈ રહેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં AI, સેમિકન્ડક્ટર અને સ્પેસ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં યુવાનોની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી.