કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એલાન કર્યું કે 3 મહિનામાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ સ્થળ પર મંદિરનું નિર્માણ શરૂ થશે. તેઓએ મંદિર મુદ્દે પણ વિપક્ષ પર હલ્લાબોલ કર્યો છે. સેંકડો વર્ષ જૂના કેસમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળ લટકાવી રાખવા ઈચ્છતું હતું. મોદી સરકારના પ્રયાસથી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ઝડપી બની છે. અમારું જીવન ધન્ય છે કે અમારા જીવન કાળમાં અયોધ્યામાં ગગનચુંબી રામ મંદિર બનવા જઈ રહ્યું છે.
શાહ મંગળવારે અહીં બંગલા બજારમાં રામકથા પાર્કમાં સીએએના સમર્થનમાં રામ મંદિર આયોજિત રેલીમાં સંબોધન કરી રહ્યા હતા. તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે અનેક વાર પણ સુનાવણીનો વિરોધ કર્યો. એ દિવસે આપણું જીવન ધન્ય થશે જ્યારે શ્રીરામ જન્મભૂમિ પર બનનારું ગગનચુંબી મંદિરમાં રામલલા વિરાજમાન થશે. શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બનનારા રામ મંદિરનો કોંગ્રેસ, અખિલેશ અને માયાવતી વિરોધ કરી રહ્યા છે.