ગાંધીનગરમા કોરોનાના ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ

0
1102

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા ચાર વ્યક્તિઓ સામે ગુજરાત સરકારના હેલ્થ અને ફેમીલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટ સચિવાલયના ગાંધીનગરના નોટીફીકેશનનો ભંગ કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થના ર્ડા. કલ્પેશપુરી ઇશ્વરપુરી ગોસ્વામીએ સેકટર-૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગાંધીનગરના સેકટર-૨૯ના પ્લોટ નંબર- ૧૬૬/૧ માં રહેતા ઉમંગ જશુભાઇ પટેલને કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આ અંગેની જાણ અમદાવાદ સિવીલ હોસ્પિટલ દ્વારા ગાંધીનગર હેલ્થ વિભાગને કરી હતી. જેની જાણ ગાંધીનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને થતાં તેમની ટીમ અમદાવાદ સિવલી હોસ્પિટલ જઇને તપાસ કરી હતી. જેમાં ટીમને માલૂમ પડયું હતું કે, ઉમંગભાઇ અને તેમના પત્ની પીનલબેન સાથે દુબઇ ગયા હતા. તા. ૧૭મી માર્ચના રોજ દુબઇથી પરત આવ્યા હતા. જાહેરનામા મુજબ આ અંગેની જાણ તેઓએ આરોગ્ય વિભાગને કરી ન હતી. તેમજ દુબઇથી પરત આવ્યા બાદ કોરોન્ટાઇલનું પણ પાલન કર્યું ન હતું
ઉમંગભાઇ અને પીનલબેન તેમના ભાભી પુજાબેન તીર્થભાઇ પટેલ તથા સેકટર-૨૩માં પ્લોટ નંબર- ૪૮૪/૪, વિરાટનગર, સેકટર-૨૩માં રહેતા તેમના ફુઆ અશોકભાઇ પટેલને મળ્યા હતા. દુબઇથી આવેલા વ્યક્તિઓને મળેલ હોવા છતાં પૂજાબેન અને અશોકભાઇ પટેલે પણ જાહેરનામાનું પાલન ન કરી અન્ય વ્યક્તિઓને મળેલાની હકીકત બહાર આવી હતી. ઉમંગભાઇને મળ્યાબાદ અશોકભાઇએ વેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોતાની ફાર્માસીસ્ટ તરીકેની ફરજ બજાવેલ હતી.
આમ ઉમંગ જશુભાઇ પટેલ અને પીનલબેન ઉમંગભાઇ પટેલ દુબઇ ખાતેથી પરત આવ્યા બાદ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યા સિવાય તથા જાહેરનામા મુજબ દિન- ૧૪ સુધી અન્ય વ્યક્તિની મુલાકાત નહી લેવા અંગેની સુચનાનું ચુસ્તપણે પાલન ન કર્યું. પૂજાબેન તીર્થભાઇ પટેલ અને અશોકભાઇ પટેલ બન્ને સારી રીતે જાણતા હતા કે, દુબઇ ખાતેથી પરત આવેલા ઉમંગ અને પીનલબેનની ૧૪ દિવસ સુધી મુલાકાત લેવાની નથી તેમ છતાં તેમના સંપર્કમાં આવ્યા હતા. પૂજાબેન પોતાના ધરના તથા અન્યોના સંપર્કમાં રહી તથા અશોકભાઇ પટેલ પણ ધરના તથા પોતાની ફરજ પરના સ્થળે જઇ અન્ય વ્યક્તિઓના સંપર્ક રહી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના નોટીફીકેશન નંબર – જીપી/૯/એનસીવી/૧૦૨૦૨૦/એસએફ-૧/જી, તા. ૧૩-૦૩-૨૦૨૦ નો ભંગ કર્યો છે. જેથી આ તમામ વિરૂધ્ધ ઇપીકો કલમ ૨૭૦,૧૮૮ તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૭૯ ની કલમ – ૩ મુજબ કાયદેસર તપાસ કરવા માટેની ફરિયાદ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થના ઓફિસર ર્ડા કલ્પેશપુરી ગોસ્વામીએ નોધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here