બે અઠવાડિયાનો ઉમેરો, હવે દેશમાં 17 મે સુધી લોકડાઉન રહેશે

0
792

કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે દેશમાં ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવ્યું છે. દેશમાં બે અઠવાડીા સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. હવે દેશમાં 17 મે સુધી લોકડાઉન રહેશે. સરકારે તેનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું હાલ લોકડાઉન ખત્મ કરવાથી નુકશાન થઈ શકે છે એટલે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસની મહામારીને લઈને સમગ્ર દેશમાં છેલ્લા 38 દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે. 21 દિવસના પ્રથમ લોકડાઉનની જાહેરાત 24 માર્ચે પ્રધાનમંત્રી મોદીએ કરી હતી. બાદમાં 14 એપ્રિલે વધુ 19 દિવસ એટલે 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન 2.0નો સમય ત્રણ મેના ખત્મ થઈ રહ્યો હતો. આ પહેલા જ મોદી સરકાર દ્વારા દેશમાં લોકડાઉનને બે અઠવાડીયા સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ચાર મેથી 17 મે સુધી લોકડાઉન 3.0 લાગુ રહેશે. આ દરમિયાન શુ ગતિવિધિઓ ચાલુ રહેશે તેને લઈને ગૃહમંત્રાલયે એડવાઈઝરી પણ જાહેર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here