ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ 6,627 દર્દી, 397 મૃત્યુ

0
665

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,251 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 368 થયો છે. જ્યારે 1381 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, રેડ ઝોન અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સંક્રમણ વધે નહીં અને બહાર ફેલાય નહીં તે માટે સમગ્ર રાજ્યમાં પુરતા ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. અમદાવાદના અમુક વિસ્તારમાં સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદના કન્ટેન્ટઇમેન્ટ એરિયામાં સુરક્ષા વધુ સઘન બનાવવા નિર્ણય કરાયો છે. જેથી કન્ટેન્ટઇમેન્ટ એરિયાની સુરક્ષા માટે હવે હવે પેરા મિલેટ્રીની વધારાની કંપનીઓ તેનાત કરાશે. કેન્દ્ર સરકાર તરફથી પેરા મિલેટ્રીની વધુ સાત કંપની ફાળવવામાં આવી છે. જેમાંથી 6 બીએસએફ અને એક સીઆઇએસએફનો સમાવેશ થાય છે. જે પૈકી 4 બીએસએફ કંપની કન્ટેન્ટઇમેન્ટ એરિયાની સુરક્ષા માટે ફાળવવામાં આવે છે. એક કંપની આરએએફ પણ તેનાત કરવામાં આવશે. આમ અગાઉ ફાળવવામાં આવેલી પેરા મિલેટ્રીની ત્રણ કંપનીઓ અને હાલમાં ફાળવવામાં આવેલી પાંચ કંપનીઓ થઇને કુલ 8 કંપની અમદાવાદ શહેરના કન્ટેઇન્મેન્ટ એરિયા આસપાસ અભેદ્ય કિલ્લા સાથેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here