ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વાઘ અને દીપડા માટેના ઓપન મોટ નું લોકાર્પણ કરાયું….

0
372

ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા પાર્કમાં વન્ય પ્રાણીઓ ઓપન ટુ સ્કાય પ્રકારના આધુનિક આવાસમાં મુકત વિહરતા સીધા નિહાળી શકાશે.
રાજ્યના ગૌરવ સમા ભારતીયસિંહ, વાઘ અને દીપડા માટે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે વન વિભાગના સહયોગથી આધુનિક આવાસોનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું વનમંત્રી ગણપત વસાવા અને રાજ્યમંત્રી રમણ પાટકરના હસ્તે જાહેરજનતા માટે લોકાર્પણ કરાયું હતું.

ગાંધીનગરમાં ઇન્દ્રોડા ગામ નજીક ૧૯૭૭માં વન વિભાગના સહયોગથી નેચરલ હીસ્ટ્રી મ્યુઝીયમ દ્વારા ‘હરણોદ્યાન’ ૪૫૦ હેક્ટર જમીમાં શરૃ કરવામાં આવ્યું. જેમાં સાલ ૧૯૮૨થી ગીર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. સ્વ.ડો.રૃબીન ડેવીડની પરિકલ્પના મુજબ પહેલીવાર ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ભારતીયસિંહ, વાઘ અને દીપડા માટેના ઓપન મોટ બનાવી જાહેર જનતા માટે લોકાર્પણ કરાયું હતું. મીની પ્રાણી સંગ્રાહલય આજે મધ્યમ પ્રાણી સંગ્રહાલય તરીકે સેન્ટ્રલ ઝુ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ મંજુરી આપતા નવનિર્મિત આવાસો જાહેરજનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

બે કરોડના ખર્ચે વન વિભાગના સહયોગથી પહેલીવાર ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ભારતીયસિંહ, સફેદવાઘ અને દીપડાના રહેઠાણ તૈયાર કરવામાં આવ્યા છે. બિડાલકુળના વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનના ભાગરૃપે ઉદ્યાનમાં આધુનિક આવાસોનું નિર્માણ કરાયું હતું. ઉદ્યાનમા આવતા મુલાકાતીઓમાં વન્યજીવો પ્રત્યે સહાનુભૂતિ અને લોકજાગૃતિનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુથી આ ત્રણેય પ્રજાતિના વન્યજીવો માટે આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વન્ય જીવોની રોજીંદી જરૃરીયાતને ધ્યાન રાખી ઓપન મોટની ડિઝાઇન કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here