Covid-19 Alert: શું દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ?????

0
690

ભારતમાં કોરોનાનું સંકટ એકવાર ફરી તોળાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં નવા કેસમાં 21 હજારથી વધુનો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળવારે 24 ઓગસ્ટના રોજ 25467 નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાનું સંકટ એકવાર ફરી તોળાઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં નવા કેસમાં 21 હજારથી વધુનો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળવારે 24 ઓગસ્ટના રોજ 25467 નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 46,164 નોંધાયા છે. આ સાથે કુલ કોરોના કેસની સંખ્યા 3,25,58,530 થઈ છે. હાલ દેશમાં 3,33,725 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં જો કે 34,159 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,17,88,440 પર પહોંચી છે.
કેરળ (Kerala) માં છેલ્લા 24 કલાકમાં 31,445 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મંગળવારે રાજ્યમાં 24,296 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. કેરળમાં સંક્રમણની વધતી ઝડપે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધારી દીધી છે. તજજ્ઞો પહેલેથી જ અલર્ટ કરી ચૂક્યા છે કે ત્રીજી લહેર ઓક્ટોબરમાં આવી શકે છે. જેની ઝપેટમાં સૌથી વધુ બાળકો આવે તેવી આશંકા વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here