ગાંધીનગર શહેર અને આસપાસના ગામોમાં દોઢ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે

0
433

ગાંધીનગર શહેરની પાણી પુરવઠા યોજનાના કામો અંતર્ગત લાઇન શીફટીંગની કામગીરી કરવાની થાય છે. જેથી તા. ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના બપોરના ૧૨ કલાક થી તા. ૧૪મી સપ્ટેમ્બરને સાંજના ૬ કલાક સુધી બલ્ક પાઇપલાઇનમાંથી આપવામાં આવતો પાણી પુરવઠો બંધ રહેશે તેમ પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. મેઇન્ટેનન્સ એન પાઇપલાઇન ફીટીંગની કામગીરી કરવાની હોવાથી જ્યાં નર્મદાનું પાણી આપવામાં આવે છે તે ગાંધીનગર શહેર તથા આસપાસના ૩૦ ગામોમાં પુરવઠો નહીં પહોંચાડી શકાય.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરે આ અંગે જણાવ્યું છે કે, ગાંધીનગર શહેરી વિસ્તારમાં અને અન્ય યુનિટો જેવા કે થર્મલ પાવર સ્ટેશન, બીએસએફ, સીઆરપીએફ, એરફોર્સ કેમ્પસ -ચિલોડા, આર્મી કેમ્પસ- ચિલોડા, ગુડા વિસ્તાર, ફોરેસ્ટ, પુનિતવન, જી.આઇ.ડી.સી ઉપરાંત ગાંધીનગર તાલુકાના ૩૦ જેટલા ગામો કે જેઓ કુડાસણ હેડવર્કસ તથા પેથાપુર હેડવર્કસ ખાતેથી પાણી મેળવે છે ત્યાં આગામી તા.૧૩મીની બપોરથી તા.૧૪મીની સાંજ સુધી પાણી પુરવઠો નહીં આપવામાં આવે.જેના કારણ અંગે તેમણે જણાવ્યું હતું કે, પેટા વિભાગીય કેચરી હસ્તકની નર્મદા કેનાલ આધારિત એન.સી.- ૧૪ બલ્ક પાઇપલાઇન અંતર્ગત સમાવિષ્ટ ધટકોનું રૃટીન મરામત અને નિભાવણીનું કામ કરવાનું થાય છે તેમજ પ્રગતિ હેઠળની ગાંધીનગર શહેરની પાણી પુરવઠા યોજના કામોના ભાગરૃપે લાઇન શીફટીંગ કામગીરી કરવાની છે જેના કારણે તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોર ૧૨ કલાક થી તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ સાંજના ૬ કલાક સુધી આ બ્લક પાઇપલાઇનમાંથી આપવામાં આવતો પાણી પુરવઠો બંધ રહેશે. જ્યારે ગાંધીનગર શહેરને તા. ૧૫મી સપ્ટેમ્બરથી પાણી પુરવઠો કેપીટલ પ્રોજેક્ટ દ્વારા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશ તેમ પણ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here