રાજ્યમા વાઇબ્રન્ટ સમિટને લઇને સરકાર દ્વારા પુરજોશમા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આગામી જાન્યુઆરી મહિનામા મહાત્મા મંદિર ખાતે સમિટ યોજાશે. જેમા દેશ વિદેશમાંથી ડેલીગેશન આવતા હોય છે. ત્યારે તેમની સુરક્ષા કરવા 5 હજાર પોલીસ અધિકારીઓથી લઇને કર્મચારીઓ તૈનાત કરવામા આવશે, જેની તૈયારી પોલીસ વડા દ્વારા કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા હસિતના જિલ્લામાંથી પોલીસ બોલાવવામા આવશે. તમામ પોલીસ કર્મચારીઓને શહેરના એક એક ખૂણા ઉપર ફરજ સોપાશે.
ગાંધીનગરમા વાઇબ્રન્ટ સમિટ દરમિયાન લોખંડી પહેરો ગોઠવી દેવાય છે. શહેરમા પસાર થતા દરેક રોડ રસ્તા ઉપર પોલીસ જોવા મળતી હોય છે. તે ઉપરાંત મહાત્મા મંદિર અને એક્ઝિબિશન હોલ તરફ ઠેરઠેર પોલીસ અધિકારીઓની ડ્યુટી લાગેલી હોય છે. ત્યારે આગામી જાન્યુઆરી મહિનામાં 10થી 12 તારીખ દરમિયાન વાઇબ્રન્ટ સમિટ યોજવાનુ આયોજન કરાયુ છે. સરકારના વિભાગ અને ખૂદ સરકાર સમિટની કામગીરીમાં જોતરાઇ ગઇ છે. શહેરમા વાઇબ્રન્ટ સમિટને રસ્તા સમારકામની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે.
વાઇબ્રન્ટ સમિટનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામા આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રિય મહેમાનો સમિટમાં ભાગ લેશે. આ તમામની સુરક્ષાની જવાબદારી સરકારની હોય છે. કોઇ અનિચ્છનિય બનાવ સામે ના આવે માટે સમિટમા 5 હજાર પોલીસ અધિકારી અને કર્મચારીને બંદોબસ્તમા મુકવામા આવે તેની તૈયારીઓ કરાઈ રહી છે. જેમા આઇજી, એસપી, પીઆઇ, પીએઅસઆઇ, એએસઆઇ અને કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓને બંદોબસ્તમાં મુકાશે. જેમા 5 હજાર અધિકારી અને કર્મચારીને મુકવાની તૈયારી શરૂ કરાઇ છે.જેમા અન્ય જિલ્લામાંથી પણ પોલીસ બોલાવાશે.