દેશના પ્રથમ સેન્ટરનો પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લીએ પ્રારંભ કરાવ્યો છે. બ્રેટ લીએ કહ્યું કે, દરેકને શ્રવણ ક્ષમતાનો અધિકાર છે.જન્મથી સાંભળી અને બોલી પણ ન શકતા હોય તેવા મુકબધિર બાળકો માટે કોકલિયર ઈમ્પલાન્ટ સર્જરીથી શ્રવણ શક્તિની ભેટ આપી શકાય છે. ત્યારે આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ન્યૂ બોર્ન હીયરિંગની શરૂઆત થઈ ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ વિશ્વમાં 5 ટકા લોકો સાંભળી નથી શકતા. એમાં 34 મિલિયન બાળકોનો સમાવેશ થાય છે. આ ગંભીર સમસ્યા સામે પગલાં લેવામાં ન આવે તો વર્ષ 2050 સુધીમાં 900 મિલિયનથી પણ વધુ લોકો આ સમસ્યાથી પીડાતા હશે. ગુજરાતમાં 1.90 લાખથી વધુ લોકો બહેરાશની સમસ્યાથી પીડિત છે.