પ્રમુખસ્વામીનગરના અદ્‌ભૂત આકર્ષણોથી મુલાકાતીઓ અભિભૂત

0
193

ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર બીએપીએસ દ્વારા
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવની ઉજવણી અંતર્ગત ૬૦૦ એકરના વિશાળ
વિસ્તારમાં નિર્માણ પામેલ પ્રમુખસ્વામી નગરને સરદાર
પટેલ રીંગ રોડ પાસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પૂ.
મહંત સ્વામી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો, ભાવિકોની ઉપસ્થિતિમાં ખૂલ્લું મૂકવામાં
આવ્યું હતું. પૂ.પ્રમુખ સ્વામીની વિશાળ પ્રતિમા, ભવ્ય પ્રવેશદ્વાર, અક્ષરધામની પ્રતિકૃતિ, વિવિધ પ્રદર્શનો તથા સામાજિક જાગૃતિને લગતી થીમ સહિતના અનેક આકર્ષણો ધરાવતું આ
નવતર નગર એક માસ સુધી ચાલુ રહેશે. લાખોની સંખ્યામાં મુલાકાતીઓ નગરદર્શનની સાથે
સાથે વિવિધ કાર્યક્રમો માણી ધન્યતા અનુભવી રહ્યાં છે. હજારો સંનિષ્ઠ, શિસ્તબદ્ધ અને
સમર્પિત સ્વયંસેવકોની કાર્યદક્ષતા અને બીએપીએસનાં
આયોજનબદ્ધ સુચારુ વહીવટને પગલે આમંત્રિત મહાનુભાવો,
મુલાકાતીઓ માટે સહજપણે સરળતાથી પ્રમુખસ્વામીનગરની મુલાકાત અવિસ્મરણીય બની રહેશે.