ત્રિપુરામાં કોના માથે તાજ? 60 બેઠકો માટે મતદાન શરૂ….

0
195

પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં આજે રાજ્યની 60 વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. રાજ્યના 3337 મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ  થયું છે જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણીના પરિણામ 2 માર્ચના રોજ આવશે. 60 બેઠકો માટે અલગ અલગ પક્ષોના 259 ઉમેદવારો મેદાનમાં છે.આ મદાન કેન્દ્રોમાંથી 1100ની ઓળખ સંવેદનશીલ અને 28ની અતિ સંવેદનશીલ તરીકે થઈ છે. ચૂંટણીમાં 13.53 લાખ મહિલાઓ સહિત કુલ 28.13 લાખ મતદારો મેદાનમાં છે.સવારે 7 વાગ્યાથી રાજ્યમાં મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન માટે લોકોની લાંબી લાંબી લાઈનો લાગી છે. લોકો વહેલી સવારમાં જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. આ વખતે  ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ભાજે છેલ્લા પાંચ વર્ષોમાં પૂર્વોત્તર રાજ્યમાં થયેલા વિકાસ પર પ્રકાશ ફેંક્યો જ્યારે ડાબેરી મોરચા અને કોંગ્રેસે ભાજપ-આઈપીએફટી સરકારના કુશાસન પર ભાર મૂક્યો. આ ઉપરાંત ટિપરા મોથાનો ચૂંટણી મુદ્દો ગ્રેટર ટિપરલેન્ડ રાજ્યની માંગણી છે.