નાટુ નાટુ’ને ઓસ્કાર એવોર્ડ મળતાં જ દીપિકાની આંખમાંથી આંસુ છલકાઇ આવ્યાં

0
322

Oscars 2023 એ વિશ્વના સૌથી મોટા પુરસ્કારો છે જે કોઈપણ ફિલ્મ કલાકાર મેળવી શકે છે અને આ પુરસ્કારો આ ઈન્ડસ્ટ્રી માટે સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. આ વખતે ઓસ્કાર ભારતીયો માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ વર્ષે ભારતને કુલ ચાર નોમિનેશન મળ્યા છે અને એટલું જ નહીં, દીપિકા પાદુકોણ એકમાત્ર ભારતીય છે જે આ વર્ષે ઓસ્કારની પ્રસ્તુતકર્તાઓની યાદીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે દીપિકા થોડા સમય પહેલા ઓસ્કારના મંચ પર આવી અને તેણે RRRના નાટુ નાટુ ના લાઈવ પરફોર્મન્સની જાહેરાત કરી.દીપિકા પાદુકોણ બ્લેક સ્ટ્રેપલેસ ગાઉનમાં તેના ફોટા શેર કરી રહી હતી, પરંતુ બધા તે ફોટાની રાહ જોઈ રહ્યા હતા જેમાં હસીના ઓસ્કાર 2023ના મંચ પર ઉભી હોય. જણાવી દઈએ કે દીપિકા સ્ટેજ પર આવી અને જબરદસ્ત હૂટિંગ સાથે તેનુ સ્વાગત કરવામાં આવ્યું. દીપિકાએ નાતુ નાતુ ગીતના લાઈવ પરફોર્મન્સની જાહેરાત કરી.