રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ તુ જૂઠી મૈં મક્કાર થીયેટરમાં લાંબો સમય ચાલી હતી. રોમેન્ટિક કોમેડી જોનરની આ ફિલ્મે રણબીરની સ્ટાર વેલ્યુ અકબંધ રાખી છે. તેના પહેલા રિલીઝ થયેલી બ્રહ્માસ્ત્ર બ્લોકબસ્ટર રહી હતી, જ્યારે રણબીર અને સંજય કપૂરની શમશેરા ખાસ ચાલી ન હતી. રણબીર કપૂરની આગામી ફિલ્મ એનિમલ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની છે. તેમાં રણબીરની સાથે અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઓલ પણ છે. રણબીરની બિગ બજેટ અને મલ્ટિસ્ટાર એનિમલને ટક્કર આપવા માટે સાઉથના ‘મહાવીર’નું આગમન થવાનું છે.
તમિલ સિનેમાના સેલ્ફ મેઈડ સ્ટાર શિવા કાર્તિકેયને પોતાની આગામી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. તમિલમાં માવીરન અને હિન્દીમાંતેને મહાવીર તરીકે રિલીઝ કરવામાં આવશે. શિવાએ ફિલ્મ મેકિંગનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં ફિલ્મ મોટા પાયે બની રહી હોવાનું જણાય છે.
નોન ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં ઈન્ડસ્ટ્રીમાં ઓળખ ઊભી કરનારા ગણતરીના સ્ટાર્સમાં શિવા કાર્તિકેયનનો સમાવેશ થાય છે. એક્ટર બનતાં પહેલા શિવા કાર્તિકેયન પોતાની કોલેજમાં સ્ટેન્ડ અપ કોમેડી કરતા હતા. એમબીએ શરૂ કરતાં પહેલા તેમની પાસે ખાલી સમય હતો અને તેનો ઉપયોગ કરીને તેમણે પોતાનું જીવન બદલ્યું છે. શિવાએ કોલેજ બાદ ટીવીમાં કોમેડીથી શરૂઆત કરી અને બાદમાં તેમને તમિલ ફિલ્મ ‘મરીના’માં લીડ રોલ કરવાની તક મળી. મરીનામાં શિવાના કામના વખાણ થયા અને ધનુષ તથા ઐશ્વર્યાએ પોતાની ફિલ્મ ‘3’માં શિવાને સપોર્ટંગ રોલ આપ્યો. દરમિયાન શિવાને રોમેન્ટક કોમેડી ફિલ્મ મન કોથી પરવાઈ પણ મળી. ખૂબ ટૂંકા સમયમાં શિવાની 21 ફિલ્મ રિલીઝ થઈ અને તેમાંથી 8 બ્લોકબસ્ટર રહી. 2012થી અત્યાર સુધીમાં શિવાની માત્ર બે ફિલ્મ જ ફ્લોપ રહી છે.