હાઈકૉર્ટે સોશિયલ મીડિયા પરથી SRKની ફિલ્મની લીક ક્લિપ ખસેડવાનો આપ્યો આદેશ

0
219

બૉલિવૂડ (Bollywood) બાદશાહ શાહરુખ ખાન (Shah Rukh Khan) `પઠાણ`ની સફળતા બાદ પડદા પર હવે `જવાન` દ્વારા કમબૅક કરવા જઈ રહ્યો છે. ચાહકો વચ્ચે `જવાન`નો ક્રેઝ ખૂબ જ વધતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક વીડિયો વાયરલ થયા, જેને લઈને દાવો કરવામાં આવ્યો કે આમાં અભિનેતાના લૂક અને એક્શન સીન્સની ઝલક બતાવવામાં આવી છે. હવે આ મામલે દિલ્હી હાઈ કૉર્ટે એક્શન લીધી છે.હકિકતે, શાહરુખ ખાન અને ગૌરી ખાનના પ્રૉડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડે દિલ્હી હાઈ કૉર્ટમાં એક કેસ દાખલ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની આગામી ફિલ્મ `જવાન`ની બે ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર લીક થઈ ગઈ છે. પહેલી ક્લિપમાં કિંગ ખાન સાથે એક ફાઈટ સીક્વેન્સ બતાવવામાં આવી હતી, જ્યારે બીજા વીડિયોમાં તે અને નયનતારા બન્ને એક ડાન્સ સીક્વેન્સમાં જોવા મળ્યા.દિલ્હી ઉચ્ચ ન્યાયાલય ના ન્યાયમૂર્તિ સી હરિશંકરે એક આદેશ જાહેર કર્યો, જેમાં યૂટ્યૂબ, ગૂગલ, ટ્વિટર અને રેડિટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મને `જવાન`ની લીક થયેલી ક્લિપને ખસેડવાનો આદેશ આપવામાં આવ્યો અને સાથે જ તેને ઈન્ટરનેટ પર શૅર ન કરાવની સલાહ પણ આપી. જસ્ટિસ સી હરિ શંકરે અનેક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ આપ્યો છે તે તેના એક્સેસ પર બૅન લગાડી દેવામાં આવે, જેમાં ફિલ્મ સાથે જોડાયેલું કોન્ટેન્ટ હોય.