મધુર ડેરીની બોર્ડ બેઠક કોરમના અભાવે અનિર્ણિત : ચેરમેન લઘુમતીમા…

0
133

ગાંધીનગર દૂધ વાપરનારાઓની મડળી સાથેના ગજગ્રાહ બાદ મધુર ડેરીમાં
ચરમસીમાએ પહોંચેલો વિવાદ હજી સુધી શાંત થયો નથી. દરમિયાન જમીન ખરીદી
અને વાહન કોન્ટ્રાક્ટ સહિતના મુદ્દે થયેલ કથિત ભ્રષ્ટાચાર સંદર્ભે ખાતાકીય
તપાસનો દોર શરૂ થતાં ડેરીના ચેરમેનના પદ અને પ્રતિષ્ઠા સામે અસ્તિત્વનો સવાલ પણ ઊભો થયો છે. ચેરમેન શંકરસિંહ રાણાના અતિ વિશ્વાસે આજે તેમને જ
બચાવની સ્થિતિમાં લાવી ચૂક્યા છે.વધુમાં જાણવા મળેલ માહિતી મુજબ
ડેરીમાં એકહથ્થુ સત્તા બચાવવા માટેના છેલ્લી ઘડીના પ્રયાસરૂપે શંકરસિંહ રાણાએ બોલાવેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની
બેઠકમાં માત્ર પાંચ સભ્યો જ હાજર રહેતાં કોરમના અભાવે બેઠક અનિર્ણિત રહી
ચેરમેન ખુદ લઘુમતીમાં મૂકાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે બોર્ડના સભ્યોએ પણ
તેમના સત્તાકાળ દરમિાયન ડેરીમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચારની સઘન તપાસ કરીને
ચેરમેન રાણાની મુશ્કેલીઓ વધારી છે.